વેબ પોર્ટલ પર આપનું સ્વાગત છે જ્યાં તમે નીચેના દસ્તાવેજો માટે ઓંનલાઇન અરજી કરી શકો છો.
- માઈગ્રેશન સર્ટિફિકેટ( ધોરણ ૧૦ / ૧૨ પાસ)
- ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર (ધોરણ ૧૦/ ધોરણ ૧૨)
- સમકક્ષતા પ્રમાણપત્ર

વિવિધ દસ્તાવેજો માટે અરજી કરવા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ:-


  • માઈગ્રેશન પ્રમાણપત્ર ફી રૂ. 150. રહેશે.
  • માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ
  • ID Proof ઝેરોક્ષ( લાયસન્સ , આઘારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ)




  • માર્કશીટ ની નકલ/પ્રમાણપત્ર નો શૂલ્ક.
    • રૂ. 75 / પ્રતિ માર્કશીટ
    • રૂ. 75 / પ્રતિ પ્રમાણપત્ર
  • ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર માટે જરૂરી આઘાર
  • માર્કશીટની ઝેરોક્ષ / પાસીંગ સર્ટીની ઝેરોક્ષ / શાળાનો આચાર્યનો letter head/ Hall Ticket (જેમાં Seat Number તથા પરીક્ષા નું વર્ષ સ્પષ્ટ દર્શાવેલ હોય - કોઈ પણ એક ફરજીયાત Upload કરવું)
  • ID Proof ની ઝેરોક્ષ
  • ધોરણ-૧૦/૧૨ ડુપ્લીકેટ / સર્ટીફીકેટ માત્ર પાસ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે.



  • સમકક્ષતા પ્રમાણપત્ર ફી રૂ. 300 રહેશે.
  • સમકક્ષતા પ્રમાણપત્ર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૨૧૧/૫૯૦/છ, તારીખ. ૨/૬/૨૦૧૧ મુજબ આપવામાં આવે છે. જોવા માટે અહી ક્લિક કરો
  • ધોરણ ૧૦ પછી ડિપ્લોમા કરેલ હોય ત્યારે ધોરણ ૧૨ સમકક્ષતા પ્રમાણપત્ર માટે જરૂરી આઘાર –પુરાવા.
    • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
    • ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ
    • ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ઝેરોક્ષ
    • ડિપ્લોમા પ્રોવીઝનલ સર્ટી / કોન્વોકેશન સર્ટી
    • ID Proof ની ઝેરોક્ષ

  • ધોરણ ૧૦ પછી પોલીટેકનિકમાં ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ.
  • ધોરણ ૧૦ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો ITI (N.C.V.T અને G.C.V.T માંથી) નો કોર્ષ કરેલ હોય અને ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ અંગ્રેજી વિષય અથવા ગુજરાત ઓપન સ્કુલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો ધોરણ ૧૨ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • ધોરણ ૧૦ પછી ITI કરેલ હોય તેના માટે જરૂરી આઘાર પુરાવા
    • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
    • ધોરણ ૧૦ ની L.C ની ઝેરોક્ષ
    • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
    • ધોરણ ૧૨ અંગ્રેજી વિષય પાસની માર્કશીટની ઝેરોક્ષ
    • ID Proof ની ઝેરોક્ષ
  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI બે વર્ષનો કોર્ષ કરેલ હોય (N.C.V.T અને G.C.V.T માંથી) તો ધોરણ ૧૦ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI નો બે વર્ષનો કોર્ષ કરેલ હોયતો ધોરણ ૧૦ ની ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ગુજરાતી તથા અંગ્રેજી વિષય પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
    • ધોરણ ૮ / ધોરણ ૯ પાસની માર્કશીટની ઝેરોક્ષ
    • L.C ની ઝેરોક્ષ
    • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
    • ધોરણ ૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષય પાસની માર્કશીટ ની ઝેરોક્ષ
    • ID Proof ની ઝેરોક્ષ
કોઈપણ દસ્તાવેજ મેળવવા માટે ચૂકવેલ ફી પરત મળવા પાત્ર નથી.